|
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
માન. મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
|
|
શ્રી ઋષિકેશ પટેલ
માન. શિક્ષણમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ,
ઉચ્ચ
અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર,
વૈધાનિક અને
|
|
શ્રી પ્રફુલ પાનસેરીયા,
માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ
શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
|
|
શ્રી એસ. જે. હૈદર (આઈ.એ.એસ)
અગ્ર સચિવશ્રી (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ)
શિક્ષણ વિભાગ, ગુજરાત.
|
|
ગુજરાતનું ગર્વ, સંશોધન કરે સર્વ
|
ગુજરાત રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહન
પૂરૂ પાડવા માટે ગુજરાત સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. ગુજરાતના વિદ્યાર્થીમાં રહેલી
સંશોધનની ક્ષમતાને વિકસાવવા, પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારનો વધુ એક ઉમદા અને
ઐતિહાસિક પ્રકલ્પ : SHODH-ScHeme Of Developing High quality research. આ યોજના અંતર્ગત
રાજ્યની માન્ય યુનિવર્સિટીમાં ગુણવત્તાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીને બે વર્ષ સુધી
દરમહિને ૧પ,૦૦૦ રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ ઉપરાંત પીએચ.ડી.ના વિદ્યાર્થીને
આનુષંગિક ખર્ચ માટે વાર્ષિક ર૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. વર્ષે કુલ બે લાખ રૂપિયા પ્રમાણે
સંશોધકને બે વર્ષના અંતે ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ખૂબ જ લાભદાયી અને મહત્ત્વાકાંક્ષી
આ યોજનાથી વિદ્યાર્થીમાં સંશોધનની સજ્જતા વધશે. ગુજરાતની જ્ઞાનસંપદામાં બહુલક્ષી વૃદ્ધિ
થશે.
ગુજરાત રાજ્યમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન પ્રતિ
અભિમુખ કરવા આર્થિક સહાય પૂરી પાડવાનો લક્ષ્યાંક
જ્ઞાનની તમામ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત નિયમિત અને પૂર્ણ
સમયના સંશોધન માટે પ્રેરણા પૂરી પાડવી.
ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત સંશોધનની ક્ષમતા અને સીમા વધારવી.
ઉદ્યોગો અને સમાજોપયોગી સંશોધનો દ્વારા વૈશ્વિક સ્તરે ઓળખ ઊભી કરવી.
સાંપ્રત જરૂરિયાતને પહોંચી વળવા અને અત્યાધુનિક આવશ્યકતાને અનુરૂપ સંશોધનને પ્રોત્સાહન
ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવતા અને નવા આયામોને સ્વીકારતા સંશોધનોને પણ પ્રોત્સાહન
પૂરું પાડવું.
ગુજરાત રાજ્યમાં ઉચ્ચ માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને રાષ્ટ્રીય સંસ્થાઓ
વચ્ચે સ્કોલર વિદ્યાર્થીઓ નો સમુદાય તૈયાર કરવા
|
|