Mukhyamantri Yuva Swavalamban Yojana
Education Department, Gujarat State.
Notice Board
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે રીન્યુઅલ સહાયની અરજી અંગે વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચના
જે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમના પ્રવેશના પ્રથમ વર્ષે શરતચૂકથી અરજી કરી ન શક્યા હોય અને તેઓ પછીનાં વર્ષે પાત્રતાનાં ધોરણો સંતોષતા હોય તો અભ્યાસક્રમના બાકીના સમયગાળા માટે યોજનાનો લાભ મેળવવા માટે “DELAYED APPLICATION” લિંક પર અરજી કરવાની રહેશે.
વર્ષ ૨૦૧૫ કે તે પછીનાં વર્ષે ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને જ માત્ર વર્ષ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ની રીન્યુઅલની સહાય મળવાપાત્ર હોય આ લિંક પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
રીન્યુઅલ સહાય માટે અરજી કરવા માટે ઠરાવની પાયાની લાયકાત ધ્યાને લેવામાં આવશે. આ લિંક માત્ર "DELAYED APPLICATION" માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ની માત્ર રીન્યુઅલ સહાયની અરજી માટે છે. જેથી વિદ્યાર્થીઓને અગાઉની સહાય મળવાપાત્ર રહેશે નહી.
વર્ષ વર્ષ ૨૦૧૯માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ 4th રીન્યુઅલ સહાય માટે, વર્ષ 2020માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ 3rd રીન્યુઅલ સહાય માટે, વર્ષ 2021માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ 2nd રીન્યુઅલ સહાય માટે અને વર્ષ 2022માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ 1st રીન્યુઅલ સહાય માટે અરજી કરી શકશે.
અન્ય તમામ સુચનાઓ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબનયોજનાની વેબસાઈટ પર ઉપલબ્ધ નીચે મુજબની લિંકમાં દર્શાવ્યા અનુસારની રહેશે. https://mysy.guj.nic.in/Noticeboard/InstructionstoStudents2021.pdf
રીન્યુઅલની અરજી સાથે ઉક્ત લિંકમાં દર્શાવેલ List of Documents for Renewal Application અને તે ઉપરાંત ધો-૧૨(ડીપ્લોમાંનાં કેસમાં ધો-૧૦ અને ડી ટુ ડી કેસમાં ડીગ્રી/ પ્રોવિઝનલ સર્ટીફીકેટ)ની માર્કશીટ અને એડ્મિશન લેટર જોડવાના રેહશે.
જે વિદ્યાર્થીઓએ અગાઉ એકપણ વાર આ યોજના હેઠળ લાભ લીધેલ હોય તો તેઓએ "RENEWAL LINK" માં અરજી કરવાની રહેશે.
Renewal Application for delayed students who have never applied for MYSY.